હૈદરાબાદ માં આવેલી પ્રસિદ્ધ મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં 11 બાદ આજે નિર્ણય આવ્યો હતો.આ મામલે વિશેષ NIA આદાલતે આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ ૫ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે.આ નિર્ણય સંભળાવવા માટે સ્વામી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તેઓ આ બાબતે મુખ્ય આરોપીઓમાંથી એક હતા. હૈદરાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ મામલમાં ચુકાદો આપ્યાના થોડા જ કલાકો બાદ સ્પેશિયલ એનઆઈએ કોર્ટના જજ રવિન્દર રેડ્ડીએ રાજીનામું આપી દીધું છે. રવીન્દ્ર રેડ્ડીએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પોતાનું રાજીનામું મોકલ્યું છે. તેમણે રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણ જણાવ્યું છે. આ વચ્ચે AIMIA ચીફ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જજના રાજીનામાં પર હેરાની દર્શાવી છે.
ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું, જે જજે મક્કા મસ્જિદ બ્લાસ્ટના બધા આરોપીઓને મુક્ત કર્યા, તેમણે રાજીનામું આપી દીધું અને હું તેમના નિર્ણયથી હેરાન છું. જણાવી દઈએ કે સ્પેશિયલ એનઆઈએ કોર્ટે ૧૧ વર્ષ જૂના કેસમાં સોમવારે ચુકાદો આપતા સ્વામી અસીમાનંદ સહિત બધા ૫ આરોપીઓને પુરાવાના અભાવને કારણે નિર્દોષ જાહેર કર્યા. સ્વામી અસીમાનંદ આ કેસમાં મુખ્ય આરોપી હતા.
બચાવ પક્ષના વકીલ જેપી શર્માએ જણાવ્યું કે, જજે પોતાના આદેશમાં આ ટિપ્પણી કરી છે કે વિરોધ પક્ષ દ્વારા લગાવાયેલા આરોપમાંથી એકપણ આરોપ સાબિત થઈ શક્યો નથી. આથી તેમણે બધા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. ચુકાદો સાંભળવા માટે આરોપી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં બોલાવાયા હતા. સ્વામી અસીમાનંદ આ અંગે મુખ્ય આરોપીઓમાંથી એક હતા. ૧૮ મે ૨૦૦૭ના રોજ થયેલ બ્લાસ્ટમાં ૯ લોકો ના મોત નીપજ્ય હતા અને ૫૮ લોકો ઘાયલ થયા હતા. જયારે બાદમાં પ્રદર્શનકારીઓ પર થયેલા પોલીસના ફાયરિંગમાં પણ કેટલાક લોકો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે આ મામલામાં ૧૦ આરોપીઓમાંથી ૮ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ હતી.
૫ આરોપી દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા, સ્વામી અસીમાનંદ ઉર્ફ નબા કુમાર સરકાર, ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભારત ભાઈ અને રાજેન્દ્ર ચૌધરીએ કોર્ટે છોડી મૂકવાનો આદેશ આપ્યો. આ બધા પર મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલામાં ધરપકડ કરાઈ હતી અને તેમના પર કેસ ચાલી રહ્યો હતો. જે ૮ લોકો વિરુદ્ધ ચાર્જશીટ બનાવાઈ હતી તેમાંથી સ્વામી અસીમાનંદ અને ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભરત ભાઈ જામીન પર બહાર છે, અને ત્રણ લોકો જેલમાં બંધ છે. ૨૦૦૭માં થયેલા આ બ્લાસ્ટની શરૂઆતની તપાસ પોલીસે કરી હતી. પછી આ કેસ સીબીઆઈને સોપી દેવામાં આવ્યો હતો. ૨૦૧૧માં આ મામલો NIA ને સોંપાયો હતો. જેમાં કુલ ૧૬૦ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા, જેમાંથી ૫૪ સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા હતા.મક્કા મસ્જિદ બ્લાસ્ટ મામલામાં બે મુખ્ય આરોપી સંદીપ વી ડાંગે અને રામચંદ્ર કલસંગરા હજુ પણ ફરાર છે.