કઠુઆ રેપ કેસ અંગે કઠુઆ જિલ્લા કોર્ટમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ૭ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. ૨૮ એપ્રિલ ના રોજ કોર્ટમાં આગામી સુનાવણી કરવામાં આવશે. સવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા જેલ કઠુઆથી આ મામલાના આરોપી સાંઝી રામ, દીપક ખજૂરિયા, સુરિન્દ્ર વર્મા, વિશાલ જંગોત્રા, તિલક રાજ, આનંદ દત્તા અને પરવેશ કુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે.
ત્યારબાદ બીજી તરફ કઠુઆ ગેંગ રેપ પીડિતા તરફથી કેસ લડી રહેલી વકીલ દીપિકા સિંહ રાજવંત પોતાના જીવન ને જોખમ હોવાની વાત કહી છે.વકીલ દીપિકા સિંહ રાજવંતએ જણાવ્યું હતું કે મારો પણ રેપ થઇ શકે છે અથવા હત્યા પણ કરવામાં આવી શકે છે. આ પહેલા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જન્મુ-કાશ્મીરમાં પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે રોકનાર વકીલોની તપાસ અંગે એક કમિટિ બનાવી છે. આ કેસ અંગે ગેંગરેપ કરનારા આરોપી સિવાય વકીલો પર પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે રસના ગામમાં ૮ વર્ષની બાળકી ૧૦ જાન્યુઆરીએ ગુમ થઇ હતી. ત્યારબાદ ૧૭ જાન્યુઆરી ના રોજ તેનો મૃતદેહ ગામની નજીક જંગલમાંથી મળી આવ્યો હતો. પોલીસ પર આ મામલે લાપરવાહી કરવાનો આરોપ લગાવાના આરોપ બાદ સીટનું ગઠન કરવામાં આવ્યું હતું. જેને લઇને કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો.