ઉન્નાવ ગેંગરેપ મામલે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા CBI તપાસની માગ પછી સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના અધિકારીઓએ મુખ્ય આરોપી અને બાંગરમઉ બેઠકના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની શુક્રવારે સવારે ધરપકડ કરી લીધી છે. મળેલ માહિતી અનુસાર, કુલદીપ સેંગરની તેમના લખનૌ સ્થિત આવાસ પરથી સવારે ૪:૩૦ વાગ્યે ધરપકડ કરી લેવામાં આવી છે. CBIના અધિકારીઓએ ગેંગરેપના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહને કોર્ટમાં રજૂ કરશે.
મળેલ માહિતી અનુસાર ધરપકડ કરાયા પછી કુલદીપ સેંગરને રાજધાનીની હજરતગંજ સ્થિત CBI ની ઓફિસ પર લાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBI શુક્રવારે સવારે કુલદીપ સેંગરને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માટે મોકલી શકે છે. જોકે, હજુ સુધી એજન્સી તરફથી તેના કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
વધુ માં જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ શાસનના આદેશ બાદ કુલદીપની સામે ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૫૦૬ અને પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. શાસને આ મામલાની તપાસ માટેની ભલામણ કરી હતી, જેને એજન્સી દ્વારા સ્વીકારવામાં આવી હતી. આ આદેશમાં સરકારે આખા મામલાની તપાસ CBIને કરાવવાની ભલામણ કરી હતી.
ધારાસભ્ય કુલદીપ સેંગરની ધરપકડ બાદ પીડિતાએ કુલદીપ સેંગરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.
એસઆઈટીએ રિપોર્ટ સોંપ્યો હતો
સરકારે આ આદેશ પહેલા મામલાની તપાસ માટેની વિશેષ તપાસ સમિતિએ પણ ડીજીપીને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. એસઆઈટીના રિપોર્ટ સિવાય જિલ્લા અધિકારીએ ઉન્નાવ અને ડીઆઈજી જેલને પણ આ મામલા સાથે જોડાયેલો રિપોર્ટ શાસનને સોંપ્યો હતો, જેના આધારે સરકારે ધારાસભ્ય કુલદીપ સિંહ અને અન્યની સામે કેસ નોંધવા આદેશ કર્યો હતો.
રાહુલ ગાંધીની કેન્ડલ માર્ચ
ઉન્નાવની ઘટના પછી તમામ વિરોધ પક્ષોએ કુલદીપ સેંગરની ધરપકડ કરવાની માંગ કરી હતી. જ્યારે આ ઘટનાની સામે ખુદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી ઈન્ડિયા ગેટ પર પોતાની બહેન પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને હજારો લોકો સાથે એક કેન્ડલ માર્ચ કાઢી હતી. આ કેન્ડલ માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ મહિલા સુરક્ષા સામે કેટલાક કડક પગલા ભરવાની માંગ કરી હતી.
યુપી સરકાર પર ઉભા થયા સવાલ
જાણવા જેવી બાબત છે કે છેલ્લા ઘણા મહિનાથી આ મામલો યુપી સરકાર પાસે હતો. પરંતુ આરોપી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ તો ખુબ જ દૂરની વાત છે સરકાર તેની પુછપરછ પણ કરતી ના હતી. ત્યારપછી આ મામલો સીબીઆઈ ને સોંપવામાં આવ્યો. સીબીઆઈ ઘ્વારા થોડા જ કલાકોમાં સેંગરની ધરપકડ કરી લેવામાં આવી. જેના કારણે યોગી સરકાર પર સવાલ ઉભા થવા લાગ્યા.
પુરાવા નથી – યોગી સરકાર
રિપોર્ટમાં યુપી સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કોઈ પણ પુરાવા નથી. પરંતુ જાંચમાં કોઈ પણ પુરાવા વિધાયક વિરુદ્ધ મળશે તો તેઓ ચોક્કસ કાર્યવાહી કરશે. ગેંગરેપ પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મૌત થયી ત્યારપછી આ મામલો વધુ ઉંચકયો. યોગી સરકારે ઉતાવળમાં જાંચ કરવા માટે એસઆઈટી નું ગઠન કર્યું.