જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે સાંજે આંતકવાદીઓએ કાકપોરા વિસ્તારની એક પોલીસ ચોકી પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. જો કે સદનશીબે આ હુમલામાં કોઈને ઈજા પહોંચી નથી. સેના અને પોલીસે આ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેમણે પહેલા જ દિવસે આતંકવાદને ખતમ કરવા માટે લાંબી બેઠક પણ કરી હતી. 4 કલાક ચાલેલી બેઠકમાં શાહે કેન્દ્રીય એજન્સીઓને સાથે મળીને કામ કરવા કહ્યું અને આતંક પર છેલ્લો પ્રહાર કરવા જણાવ્યું. આ ઉપરાંત શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનો સાથે મુલાકાત કરી અને તેમને સંબોધિત કર્યા.
છેલ્લા ઘણા સમયથી ખીણમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જો કે. આ મહિને આતંકવાદીઓએ યૂપી-બિહારના ઘણા સામાન્ય નાગરિકોને પણ નિશાન બનાવ્યા છે, જેને કારણે હાલમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આતંકીએ કાશ્મીરમાં હુમલો કરીને સામાન્ય લોકોમાં જર ઉભો કરવા માગે છે, જો કે ભારતીય સેના દરેક તેમને જડબાતોડ જવાબ આપી રહી છે.