વાંકાનેર તાલુકાના ખાંભાળા ગામે આજે સાંજના સમયે તપાસમાં ગયેલી પોલીસ ટીમ પર ખાંભાળા ગામે ટોળાએ લાકડી, પાઈપ અને ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો જેમાં વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલો થતાં તેમણે માથાના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વાંકાનેરના ખાંભાળા ગામે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર રપથી૩૦ લોકોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો, જેમાં વાંકાનેર સીટી પીઆઈ સરવૈયા પર લાકડી-પાઈપ અને ધારદાર વસ્તુ વડે હુમલો થતાં માથાના ભાગે ઈજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પવનચકકીની તપાસમા ગયેલી ટીમ ઉપર હુમલો થયાની ચર્ચા થઈ રહી છે. હોસ્પિટલના તબીબ રજનીભાઈ વોરાએ પોલીસને જણાવ્યા મુજબ પીઆઈને લાકડી અને પાઈપ વાગતા માથા અને છાતીના ભાગે ઈજા પહોંચી છે. જયારે ભોજપરા વીડીના ઈમ્તીયાઝ મામદ માલવિયા નામના શખસ પણ ઘાયલ થયો હતો.
