સલમાન ખાન સાથે જોડાયેલાં કાળિયાર શિકાર કેસ પ્રકરણમાં જોધપુર કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે. જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. આ કેસમાં સૈફ અલીખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે સહિતનાં અન્ય આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. નીચલી અદાલતે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. અન્ય પાંચ આરોપીઓને બેનેફિટ ઓફ ડાઉટ મળ્યો છે તેના કારણે તેમને રાહત મળી છે.
કાળીયાર શિકાર કેસનાં આરોપી બોલીવુડ ના સ્ટારો આજે જોધપુર પહોંચી ગયા હતા. સલમાન ખાન વિશેષ વિમાન દ્વારા જયારે અન્ય અભિનેતાઓ ફલાઈટ દ્વારા જોધપુર પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૨૦ વર્ષ પહેલાં જોધપુર નજીકનાં કાંકાણી ગામમાં સલમાન ખાન અને તેનાં સાથી ફિલ્મી કલાકારો દ્વારા એક ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો.જેને લઈને સીજેએમ દેવકુમાર ખત્રીની જોધપુર કોર્ટમાં આ મામલે ચુકાદાની સુનાવણી હાથ ધરાઇ હતી.
મહત્વનું છે કે સલમાન ખાન અને અન્ય આરોપીઓ પર કાંકાણી ગામમાં 2 કાળિયારનો શિકાર કરવાનો ગંભીર આરોપ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના ૧ અને ૨ ઓક્ટોબર ૧૯૯૮માં બની હતી. ત્યારે આ સમગ્ર કેસ મામલે ગયા બુધવારે કોર્ટમાં વિશેષ દલિલો પણ ચાલી હતી. જો કે આ કેસની તમામ દલિલો બુધવારે પૂર્ણ થઈ ગઇ હતી. કાળિયાર કેસમાં સલમાન ખાનને દોષી જાહેર કરવામાં આવ્યો છે . તેના ઉપરાંતના તમામ આરોપીઓને નિર્દોષ જાહોર કરાયા છે. અન્ય પાંચ આરોપીઓને બેનેફિટ ઓફ ડાઉટ મળ્યો છે તેના કારણે તેમને રાહત મળી છે.
તેના વકીલે કહ્યું છે કે હવે અમે સેસન્સ કોર્ટમાં જઇશું. સલમાનની સજા પર દલીલો ચાલી રહી છે. સલમાનના વકીલનું કહેવું છે કે તેને 3 વર્ષથી ઓછી સજા થવી જોઇએ.
સલમાન ખાન ઉપર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કલમ ૫૧ અને તેમજ આઈપીસીની કલમ ૧૪૯ હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.