દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને દરરોજ મોટા પ્રમાણમાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. કોરોનાવાયરસ મહામારીને પગલે પગલે ડેન્ગ્યુનો તરખાટ મચી ગયો છે.તબીબોએ એમ કહ્યું છે કે ભારે સખત તાવ સાથે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને કોરોનાથી સંક્રમિત થઈ જવાનો પૂરેપૂરો ખતરો રહેલો છે. આ તમામ રાજ્યોમાં ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયા અને ચિકન ગુનિયાના કેસ પણ મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે.દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુના કેસમાં દરરોજ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેને હોસ્પિટલમાં ઉચિત વ્યવસ્થા નિર્માણ કરવી પડી છે અને વોર્ડમાં પણ વધારા કરવા પડ્યા છે. રાજસ્થાન ની હાલત પણ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે અને મલેરિયા ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના મોટા પ્રમાણમાં કેસ બહાર આવી રહ્યા છે.દિલ્હીમાં તો ગત સોમવારે ડેન્ગ્યુના કારણે પ્રથમ વર્ષે પણ થઇ ગયું હતું અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીએ દમ તોડી દીધો હતો. રાજ્યો ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ ડેન્ગ્યુના છ જેટલા કેસ બહાર આવ્યા છે.દેશમાં કોરોનાવાયરસ મહામારીનો એટેક અત્યંત હળવો થઈ ગયો છે ત્યારે હવે ડેન્ગ્યુ મેલેરીયા અને ચિકનગુનિયાએ આક્રમણ કરી દીધું છે અને હળવે-હળવે બધા જ રાજ્યોમાં નવા નવા કેસ બહાર આવી રહ્યા છે અને આરોગ્ય તંત્ર ધંધે લાગી ગયું છે.
