દેશનાં ઘણાં રાજ્યોમાં સતત વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તરાખંડ અને કેરળમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરે ખૂબ જ વિનાશ નોતર્યો છે. મોટાભાગના મૃત્યુ વાદળ ફાટવા અને લેન્ડસ્લાઈડના કારણે થયા છે. ઘણા લોકો હાલ પણ કાટમાળ હેઠળ દબાયેલા છે. વારસાદથી અત્યાર સુધીમાં રાજ્યમાં 47 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રીઓને અપીલ કરી છે કે તે જ્યાં છે, ત્યાં જ રહે. હવામાનમાં સુધારો થતા પહેલા પોતાની યાત્રા ફરીથી શરૂ ન કરે.અલ્મોડામાં લેન્ડસ્લાઈડથી મકાન પડવાના કારણે 3 બાળકોના મૃત્યુ થયા છે. એક મહિલાનું ઘાયલ થવા અને એક વ્યક્તિના ગુમ થવાના સમાચાર છે. જિલ્લાના ઘણા વિસ્તારોનો બાકીના વિસ્તારો સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. કાટમાળના કારણે જિલ્લાના ઘણા રસ્તા પણ બંધ થઈ ગયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.રેસ્ક્યૂ ઓપરેશન માટે વાયુસેનાએ ધ્રુવ હેલિકોપ્ટર ઉતાર્યું.ભારતીય વાયુસેનાના જવાન પૂરગ્રસ્ત ઉત્તરાખંડમાં રાહત અને બચાવ કાર્ય કરી રહ્યાં છે. વાયુસેનાએ પૂરગ્રસ્ત પંતનગરમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ધ્રુવ હેલિકોપ્ટરની મદદ લીધી. સુંદરખાલ ગામની પાસે 3 જગ્યાઓ પર 25 લોકો ફસાયા હતા. તેને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.કેરળમાં પૂર અને લેન્ડસ્લાઈડથી 27 લોકોના મૃત્યુ.