હૈદરાબાદમાં એક ન્યૂઝ એન્કર રાધિકા રેડ્ડીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.હૈદરાબાદ ની 36 વર્ષની ન્યૂઝ એન્કર રાધિકા રેડ્ડીએ રવિવારે રાતે પાંચમાં માળ પર આવેલા તેના ઘરેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. રાધિકાના રેડ્ડી ના પર્સમાંથી એક સુસાઈડ નોટ પણ મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે રાધિકા રેડ્ડી ડિપ્રેશનમાં હોવાના કારણે તેણે આત્મહત્યા કરી લીધી છે.
હૈદરાબાદ માં રાધિકા રેડ્ડી ના પર્સમાંથી મળેલ સુસાઈડ નોટ માં લખ્યું હતું કે મારું મગજ જ મારું દુશ્મન છે.
હૈદરાબાદ માં રાધિકા રેડ્ડી ની આત્મહત્યાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસ ને રાધિકા રેડ્ડીના બેગમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટમાં રાધિકા રેડ્ડીએ લખ્યું છે કે, મારું મગજ જ મારું દુશમન છે. પોલીસના જણાવ્યા અનુસાર ટીવી એન્કર ડિપ્રેશનમાં હોવાથી તેણે આત્મહત્યા કરી છે. કુક્કટપલ્લી પોલીસ સ્ટેશન અધિકારીએ ન્યૂઝ ચેનલ ની એજન્સીને જણાવ્યું હતું કે, રાધિકા રેડ્ડીએ ઓફિસથી ઘરે આવ્યાને થોડી વાર પછી જ આત્મહત્યા કરી હતી. રાધિકા રેડ્ડીએ તેના ટેરેસ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
હૈદરાબાદની રાધિકા રેડ્ડી ડિવોર્સી હતી, તેનો એક દીકરો પણ છે જે ૧૪ વર્ષનો છે.
હૈદરાબાદ માં રાધિકા રેડ્ડીએ છત ઉપરથી છલાંગ લગાવી હોવાથી તેના માથામાં ઘણી ઈજા થઈ હતી અને પગમાં મલ્ટી ફ્રેક્ચર હતા.આ ઘટનામાં રાધિકા રેડ્ડીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળેલ અહેવાલ પ્રમાણે રાધિકાનો એક 14 વર્ષનો દિવ્યાંગ દીકરો પણ છે. જે તેના નાના-નાની સાથે રહે છે. રાધિકાએ છ મહિના પહેલાં જ ડિવોર્સ લીધા હતા. રાધિકા રેડ્ડી ખૂબ ડિપ્રેશનમાં રહેતી હતી.