લખીમપુર હિંસા: ચોથા ખેડૂતના ત્રણ દિવસ બાદ અંતિમ સંસ્કાર

ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી હિંસામાં મૃત્યુ પામેલા ચોથા ખેડૂત ગુરવિંદર સિંહના અંતિમ સંસ્કાર આજે વહેલી સવારે કરવામાં આવ્યા. રવિવારે થયેલી હિંસામાં ગુરવિંદર સિંહનું મોત થયું હતું અને આ ઘટનાના ત્રણ દિવસ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખેડૂત નેતા રાકેશ ટીકૈત ના સમજાવ્યા બાદ, મોડી રાત્રે ફરી ગુરવિંદરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. મંગળવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem Report) આવ્યા બાદ પરિવારના સભ્યોએ રિપોર્ટ ખોટો હોવાનું જણાવી ફરી પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. અંતિમવિધિ રોકવામાં આવી હતી. આ પછી ગુરવિંદરના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. 3 ઓક્ટોબર, રવિવારે લખીમપુર ખેરીના તિકોનિયામાં થયેલી હિંસામાં ચાર ખેડૂતોના મોત થયા હતા. પ્રશાસન તરફથી કાર્યવાહીની ખાતરી આપવામાં આવ્યા પછી, ખેડૂતોના પરિવારના સભ્યો તેમનું પોસ્ટમોર્ટમ કરવા માટે સંમત થયા. આ ચારેય ખેડૂતોનું પોસ્ટમોર્ટમ સોમવારે કરવામાં આવ્યું હતું. મંગળવારે તે ચારમાંથી લવપ્રીત સિંહ, નક્ષત્ર સિંહ અને દલજીત સિંહના અંતિમ સંસ્કાર મંગળવારે થયા હતા. પરંતુ ગુરવિંદર સિંહ (22) ના અંતિમ સંસ્કાર રોકી દેવામાં આવ્યા હતા.મંગળવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી ફરીથી પોસ્ટમોર્ટમ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. ખેડૂત નેતા રાકેશ ટીકૈત મંગળવારે ગુરવિંદરના પરિવારના સભ્યોને મળવા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *