બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દરેક ભારતીય ગર્વ કરશે. તેમણે કહ્યું કે તેમને કામ કરવાની પ્રેરણા હિન્દુ શબ્દ ‘સેવા’ થી મળે છે. તેમણે આ વાત માન્સેચ્ટરમાં ચાલી રહેલા કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં કરી. પ્રીતિએ કહ્યું કે આ પદ પર કામ કરવાની પ્રેરણા હિન્દુ શબ્દ સેવામાંથી મળે છે. જેમાં અન્ય લોકોના હિતોને સર્વોપરી રાખવા પર ભાર મૂકવામાં આવે છે. કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં બોલતા પ્રીતિ પટેલે કહ્યું કે સરકાર અપરાધ વિરુદ્ધ કડક નિર્ણયો લે છે. આ સાથે જ રાજમાર્ગોને અવરોધનારા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવાની સાથે જ મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને માદક પદાર્થોના મામલે સંડોવાયેલા લોકો માટે તપાસ વધારવા જેવા પગલાં પણ લેવાયા છે. તેમણે કહ્યું કે રસ્તાઓ, રેલવે વગેરેમાં અડચણો નાખનારા લોકોને પણ કડક સજા અપાઈ છે. પટેલના આ નિવેદનને હાલમાં જ જળવાયુ કાર્યકરો દ્વારા રસ્તાઓને અવરોધવાની ઘટનાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી પટેલે વધુમાં કહ્યું કે અમારા મૂલ્યોમાં સ્વયં પહેલા સેવા સમાહિત છે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર દેશમાં પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. 90 ટકાથી વધુ પેટ્રોલ પંપ સૂકા પડ્યા છે. હાલાત કાબૂમાં કરવા માટે સરકારે સેના ઉતારવી પડી છે.