જેતપુરની સાડી જેટલી પ્રખ્યાત બની છે તેવી જ રીતે પ્રદુષણ પણ કુખ્યાત સાબિત થતું જઈ રહ્યું છે કારણ કે સાડીના કારખાનેદારો દ્વારા પ્રદુષણ યુકત પાણી જેમ ફાવે તેમ ગમે ત્યાં છોડી દેવામાં આવી રહ્યું છે અને હવે તો આ પ્રદૂષણયુક્ત પાણી લોકોના ઘરના નળ અને પીવાના પાણીના બોરમાં પણ આવી રહ્યું છે લોકો હેરાન થઈ રહ્યા છે કે આ પ્રદૂષણયુક્ત પાણી પીવું કેવી રીતે તેમજ વપરાશ કેમ કરવો તે મોટો પ્રશ્ન છે. શહેરના પટેલનગરમાં રહેતા સ્થાનિકોએ પ્રદુષણ માફિયાઓ સામે નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો છે કારણ કે લોકોના પીવાના પાણીના બોરમાં લાલ પાણી દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે જેનાથી લોકોને ચામડીના રોગો પણ થઈ રહ્યા છે તેમજ કપડાં ધોવામાં કે વાસણ ધોવામાં પણ આ પાણી કામ આવી રહ્યું નથી જેમના પગલે સ્થાનિકોમાં પ્રદૂષણ માફિયાઓ સામે રોષ ભભૂકી રહ્યો છે જ્યારે સ્થાનિકો તંત્ર પાસે આવા પ્રદુષણ માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.