ગુલાબ વાવાઝોડાની અસર સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી. આ બંને વિસ્તારોમાં ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તો ક્યાંક કડાકા સાથે અતિ ભારે વરસાદ ખાબકી પડતા દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોટાભાગના ડેમો ઓવરફ્લો થતા નજરે પડ્યા હતા. દક્ષિણ માં ઉકાઇ, વણાંકબોરી, ડેમ ઓવરફ્લો થયો હતો. તો સૌરાષ્ટ્રમાં વાત કરીએ ,તો રાજકોટનો આજી ડેમ,ગઢડામાં આવેલ રમા ઘાટ ડેમ, રાણપુરમાં આવેલ ગુંદા ડેમ સહિત મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા હતા. ડેમો ઓવરફ્લો થવાને કારણે લોકો ડેમો નો નજારો માણવા નિકળ્યા હતા. રમા ઘાટ ડેમ સીઝનમાં પહેલી વાર જ ઓવરફ્લો થતા નજરે પડ્યો હતો. કારણકે આ ડેમ ભરાઇ જવાથી આગામી શિયાળુ અને ઉનાળા સુધીમાં ડેમના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મોટાભાગના ડેમો ઓવરફ્લો થવાને કારણે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવાની ફરજ પડી હતી.