અમદાવાદ શહેરના સોલા સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનામાં ઓર્થોપેડિક વિભાગમાં ૧૯૪૦ જેટલા દર્દીઓ કમર દર્દ, કરોડ રજજુ સહીતની ફરિયાદોને લઈ સારવાર માટે પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. આ વિભાગમાં અગાઉ રોજ પચાસ દર્દીઓ અગાઉ આવતા હતા એના બદલે બદલાયેલા સંજોગોમાં આ સંખ્યા વધીને ૮૦ સુધી પહોંચી ગઈ છે. સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની સંખ્યામાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. રવિવારે ઈમરજન્સીમાં સવાસો જેટલા દર્દીઓ હાડકાને લગતી વિવિધ બીમારીઓને લઈ સારવાર માટે પહોંચતા હોવાનું જાણવા મળે છે.