વેલ્થ અને હુરુન ઇન્ડિયાના વર્ષ ૨૦૨૧ના ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં સૌપ્રથમ સ્થાને રિલાયન્સ ઇન્ડ.ના મુકેશ અંબાણી જ્યારે બીજા સ્થાને ગૌતમ અદાણી રહ્યા છે. ગૌતમ અદાણીના ગ્રૂપની છેલ્લા એક વર્ષમાં દૈનિક આવક રૃપિયા ૧૦૦૨ કરોડ રહી છે. જેના પગલે ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં ૨૬૧ ટકાનો તોતિંગ વધારો થયો હતો. પહેલીવાર ગૌતમ અદાણીના ભાઇ વિનોદ અદાણી પણ ટોપ ટેન અમીર ભારતીયોની યાદીમાં સામેલ થયા છે. હુરુનની સૌથી અમીર ભારતીયોની યાદીમાં મુકેશ અંબાણી ૭,૧૮,૦૦૦ કરોડની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને રહ્યા છે. એક વર્ષમાં આ પરિવારની દૈનિક આવક રૃપિયા ૧૬૩ કરોડ રહી હતી. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ચાર ગણી વધીને રૃપિયા ૫,૦૫,૯૦૦ કરોડને પહોંચી ઔગઇ છે.
