સુરતમાં 3 બાળકો કોરોના પોઝિટિવ

સુરતમાં ત્રણ કોરોના પોઝિટીવ કેસ આવતા ચકચાર મચી જવા પામ્યો છે. અગાઉ મેઘમયુરમાં એક સાથે 9 લોકોને પોઝિટિવ કેસ આવ્યા હતા. ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગના બાળકો પોઝિટિવ મળ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ બાદ સુરતમાં કોરોનાએ ફરી માથું ઉચકીયું છે. કોરોનાના કેસોમાં વધારો થતાં તંત્ર પણ ચિંતામાં છે. આજે સીલ કરાયેલી બિલ્ડીંગમાં વધુ 3 બાળકો કોરોના સકારાત્મક આવતા તંત્ર દોડતું થયું. આવિષ્કાર રેસીડન્સીમાં અગાઉ 11 લોકો કોરોના સકારાત્મક જોવા મળ્યા હતા. જેમાં 5 બાળકો હતો. બાદમાં ત્યાના 44 ફ્લેટોને ક્વોરન્ટાઇન કરાયા છે. હવે અહીંયા વધુ કેસ નીકળી આવતા આજુ બાજુના વિસ્તારમાં ફફડાટ છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. બાદમાં તેને પણ સીલ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *