રાજયમાં ભૂકંપ આવ્યાની ઘટના બનતી હોય છે . જે અંતર્ગત પોરબંદરમાં મધરાત્રે અઢી કલાકના અંતરમાં બે થી વધુની તીવ્રતાના તીવ્રતાથી ત્રણ આંચકા ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. ગઈકાલે રાત્રે ૧૨: ૪૯ મિનિટે ૨.૪ ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી ૩૪ કિલોમીટર ઉત્તરે સાંખલા આસપાસના વિસ્તારમાં જમીનની ૧૦ કિલોમીટર ઊંડાઈએ નોંધાયો હતો. જમીનની ૧૦ કિલોમીટર ઊંડાઈએ નોંધાયો હતો. તો ચાર મિનિટ બાદ રાત્રે ૧૨: ૫૩ મિનિટે ૨ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદરથી ૩૫ કિલોમીટર ઉત્તરે ખીરસરા ગામે જમીનની પંદર કિલોમીટર ઊંડાઈ નોંધાયો હતો. રાતે ૨:૨૭ મિનિટે ૨.૨ તીવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાવ્યો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી ૨૩ કિલોમીટર ઉત્તરે સુખપુર ગામે જમીનની ૨.૨ કિલો મીટર ઊંડાઈએ નોંધાયો હતો. પોરબંદર આસપાસના વિસ્તારોમાં આવેલા ત્રણ ભૂકંપના આંચકાઓ ને પગલે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે