રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પ્રથમ સન્માન સમારંભ યોજાયો છે. જેમાં અખિલ આંજણા ચૌધરી સમાજ દ્વારા ગાંધીનગરમાં સન્માન સમારંભનું આયોજન કરવમાં આવ્યું છે. આ આયોજન રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ માટે કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભમાં પાટીલે જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલ દ્વારા મુખ્યમંત્રી ચાર્જ સાંભળ્યા બાદ વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે. દૂધ ઉત્પાદનમાં સૌથી વધુ પ્રભુત્વ ચૌધરી સમાજનું છે. બનારસમાં ડેરીનું કામકાજ શરૂ કરવા માટે શંકર ચૌધરીને કામ સોંપ્યું છે. અશોક ચૌધરીએ દૂધ સાગર ડેરીમાં જીત મેળવી છે. વડા પ્રધાને અશોક ચૌધરીને કહ્યું કે તે તો કમાલ કરી દીધી છે. ગાંધીનગર મનપા બે દિવસ બાકી છે. ચોમાસામાં જેમ દેડકા બહાર આવે તેમ aap ના કેટલાક બહાર આવ્યા છે. ગાંધીનગરના લોકોએ અધિકારો માટે ક્યારેય આંદોલન કર્યું નથી. જ્યારે આ સન્માન સમારંભમાં, પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, વિજાપુર APMC ના વાઇસ ચેરમેન કનુ ચૌધરી, ધારાસભ્ય રમણ પટેલ, હાજર રહ્યા હતા.