રાજ્યમાં અનેક આગની ઘટનાઓ સામે આવી છે. જેમાં સૌથી મોટું કારણ ફાયર સેફટી છે. મોટી હોસ્પિટલ, શાળા, અનેક સ્થળો પર ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. જેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. જેના કારણે હાલના સમયમાં ફાયર સેફટીને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફાયર સેફ્ટી મુદ્દે વહીવટીતંત્રની લાલ આંખ જોવા મળી છે. જેમાં ઉપલેટા અને સિક્કાની બે શાળાઓ સીલ કરાઇ, જસદણની બે હોસ્પિટલોને પણ સીલ કરવામાં આવશે.
ફાયર સેફટીના ઉભાવે કોરોના કાળના દરમિયાન અનેક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. તેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા હતા. આ કારણોસર રાજ્યમાં ફાયર સેફટીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.