આજે ખેડામાં માર્ગ અકસ્માત થયો છે. કપડવંજના કાવઠ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલને વાત્રકની હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનામાં કારનો કુચ્ચો બોલાઈ ગયો છે. વાહન ઓવરટેકિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ કેસમાં કપડવંજ રૂરલ પોલીસે વધારે તપાસ શરુ કરી છે.
વહેલી સવારે કપડવંજથી મોડાસા તરફના રોડ પર ઓવરટેક કરવાની કોશિશમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર ચારના ઘટના સ્થળ પર કરૂણ મોત થયા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે મૃતકોના શબને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. આઈસરનો ડ્રાઈવર ફરાર થયો છે કે નહીં તે અંગેની કોઈ વિગતો સામે આવી નથી, પોલીસે દ્વારા વધુ વિગતો મેળવીને કાર્યવાહી શરુ કરવામાં આવી છે.