ઘણા લોકોને નખ ખાવાની આદત હોય છે, એના કારણે તેમની નખ ખરાબ દેખાય છે, જેનાથી હાથની સુંદરતા ખરાબ થાય છે. સાથે જ આ આદત સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે. આલ્ફા-કેરાટિન પ્રોટીનથી બનેલા નખ માનવ શરીરનો એક જરૂરી ભાગ છે. નખ આપણા રોજિંદા જીવનના ઘણા કામોમાં મદદ કરે છે. કેટલીક મહિલાઓને પોતાના નખ સાથે પ્રેમ હોય છે. કેટલીક મહિલાઓ પોતાના લાંબા નખ કાપી નાખે છે. પણ નખ ચાવવાની આદત પાછળ ઘણા કારણો હોય છે, જો તમને પણ નખ ચાવવાની આદત છે અને તમે આ આદત છોડવા માંગતા હોવ તો તમારા માટે કેટલીક ટિપ્સ હાજર છે.
1. સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે તામ્ર નખ ખાવાનું કારણ શું છે, કોઈ પણ બીમારી, સમસ્યા કે ખરાબ આદતને ઠીક કરવા તમને એ વાતની જાણ હોવી જરૂરી છે કે આવું કરવાનું કારણ શું છે. તો હવે જયારે નખ કાપવા બેસો ત્યારે શાંતિથી બે મિનિટ માટે વિચારજો કે એ સમયે તમારા મગજમાં શું ચાલતું હતું, આમ કરવાથી તમને નખ ચાવવાની આદતથી છુટકારો મળી શકે છે.
2. નખ ચાવવાની આદતથી છુટકારો મેળવવા માટે તમારા નખ નાના કાપી લો. જેનાથી તમે પોતાના નખ ચાવવાથી દૂર રહેશો. સાથે જ નખ નાના રાખવાથી તમારા ઘણા કામ સરળ થઇ જશે. આ સ્વાસ્થ્ય માટે પણ સારું છે કારણ કે નાના નખમાં જંતુઓ કે મેલ નથી રહેતો અને ચેપને ફેલાતા અટકાવે છે.
3. જો તમને નખ ગમે છે અને તમે તેને સંપૂર્ણપણે કાપી નાખવા નથી માંગતા, તો તેનો સ્વાદ એટલો ખરાબ બનાવવાનો પ્રયાસ કરો કે તમે તેને ચાવવાનો વિચાર આપોઆપ છોડી દો. આ માટે તમારે એવો નેઇલ પેઇન્ટ લગાવવો પડશે, જેનો સ્વાદ ખરાબ હોય. કેટલાક લોકોને નેઇલ પોલીશની ગંધ ગમે છે, જ્યારે કેટલાક લોકોને નેઇલ પોલીશ પસંદ નથી. તમને જે ન ગમતું હોય તેનો ઉપયોગ તમારા નખની સુંદરતા વધારવા માટે કરો. આનાથી તમે નખ ખરાબ થવાથી અટકાવી શકશો.
