આજે સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળના રાજકારણ પર છે. બંગાળમાં 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી છે અને તેમાંથી એક સીટ ખૂબ જ ખાસ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા ટિબરેવાલ તેમને ટક્કર આપવા ઉતર્યા છે.ભવાનીપુર ખાતે ભાજપના પ્રિયંકા ટિબરેવાલે ટીએમસી પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. પ્રિયંકા ટિબરેવાલના કહેવા પ્રમાણે ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ બળજબરીથી વોટિંગ મશીન બંધ કરી દીધું છે અને બૂથ કેપ્ચરિંગનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારણ કે જો લોકો મત આપશે તો તેમની મરજી પ્રમાણેનું પરિણામ નહીં મળે.