તમે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અને લોકોની જીવનશૈલી વિશે ઘણું જાણતા હશો, જેમની હાલત ખૂબ જ ખરાબ છે. પરંતુ, પાકિસ્તાનના નિયમો (Rules) પણ ઓછા નથી, જે લોકો પર ઘણાં નિયંત્રણો લાદે છે. પાકિસ્તાનમાં આવા ઘણા કાયદાઓ છે, જે ખરેખર આશ્ચર્યજનક છે, જેના વિશે જાણીને તમને લાગશે કે અહીં લોકો પર કેટલા પ્રતિબંધો છે.પાકિસ્તાનમાં ત્રણ પ્રકારના કાયદા લાગુ પડે છે, જેમાં પાકિસ્તાન દંડ સંહિતા, શરિયા કાયદો અને જર્ગા કાયદાનો સમાવેશ થાય છે. આદિવાસી વિસ્તારોમાં જર્ગા કાયદો લાગુ છે. આ કાયદાઓમાં ઘણા વિચિત્ર નિયમો છે અને જો ભારતમાં આવા કાયદા લાગુ કરવામાં આવે તો તે ખૂબ જ મુશ્કેલ બની શકે છે.