મધ્યપ્રદેશ ના ભિંડમાં પોલીસ અને રેતી માફિયાના મેળાપીપણાનું સ્ટિંગ કરી ભાંડાફોડ કરનારા પત્રકાર સંદીપ શર્માનું એક ટ્રક અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે સામાન્ય અકસ્માતનો ગુનો નોંધ્યો છે, પરંતુ સંદીપ શર્માના ભત્રીજાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે અટેરના એસડીઓપી ઈન્દ્રવીર ભદોરીયા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. ભત્રીજા પ્રશાંત પુરોહિતે કહ્યું કે, મામાનું અકસ્માતમાં મોત થયું નથી, પણ તેમની હત્યા કરવામાં આવી છે. પોલીસે ટ્રકને પકડી છે, પરંતુ ટ્રક ચાલક હજુ ફરાર છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધો છે.
સંદીપ શર્માના ભત્રીજા સંદીપ પુરોહિતે આરોપ લગાવ્યો છે કે સોમવારે સવારે 9-08 કલાકે મામા ઘરની બહાર નિકળ્યા હતાં તે સમયે ટ્રક ચાલકે તેમનો પીછો કર્યો હતો. કોતવાલી સ્ટેશનની સામે ટ્રકે ટક્કર મારી સંદીપને કચડી નાખ્યો હતો. અહીં જણાવવાનું કે સંદીપ શર્માએ તત્કાલીન અટેર એસડીઓપી ઈન્દ્રવીર ભદૌરિયાનું સ્ટિંગ કરી પોલીસ માફિયાનું સ્ટિંગ કરી ભાંડાફોડ કર્યો હતો. જેને કારણે એસડીઓપી ઘણા પરેશાન થયા હતાં. સંદીપ એક ન્યૂઝ ચેનલમાં કામ કરતા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે સોમવારે સવારે 35 વર્ષીય પત્રકાર સંદીપ શર્મા તેની બાઇક પર ક્યાંક જતા હતા, જ્યારે એક ટ્રકે તેમને અડફેટે લીધા હતા. પત્રકારની મૃત્યુની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે, સંદીપ રોડની બાજુએ ચાલતા હોય છે ત્યારે ટ્રક બેકાબૂ થાય છે અને સંદીપને ટ્રક અડફેટે લઈને રેલ્વે ફાટક તરફ ઘસડીદેવામાં આવે છે અને ટ્રક ઝડપથી રસ્તા તરફ વડી જાય છે.
SIT કરશે તપાસ
પત્રકાર સંદીપ શર્માના મોતની તપાસ માટે એસપી પ્રશાંત ખેરેએ એસઆઈટીની રચના કરી છે. ડીએસપી રાકેશ છારી, ટીઆઈ મેહગાંવ નરેન્દ્ર ત્રિપાઠી, ટીઆઈ કોતવાલી શૈલેન્દ્ર કુશવાહ, એસઆઈ આશુતોષ શર્મા, એએસઆઈ સત્યવીર સિંહ અને સાઇબર સેલ એસઆઈટીમાં સામેલ છે. એસઆઈટી તપાસ બાદ જિલ્લા એસપી રિપોર્ટ આપશે.
ટ્રક ચાલકે કોતવાલીની સામે મારી ટક્કર
સંદીપ શર્મા જ્યારે કોતવાલી પાસેથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે તેમને એક ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, પરંતુ ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. રેતી માફિયા અને પોલીસના બંધન બાદ સ્ટિંગ બાદ સંદિપ આવા પ્રકારની ઘટનાની આશંકા પહેલેથી વ્યક્ત કરી રહ્યાં હતાં. તેમણે એસડીઓપી ઈન્દ્રવીર ભદૌરિયાની વિરુદ્ધ આઈજીને ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રેતી માફિયાના વિસ્તારમાં કેટલીક વખત મોટા અધિકારીઓ પર હુમલા થયા છે