રાજકોટના જેતપુર નાવગઢ રોડ પર એસ ટી બસ ડિવાઈડર પર ચડી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બસના ડ્રાઇવરે એક સાયકલ ચાલકને બચાવવા જતા બસ ડિવાઈડર પર ચડાવી દીધી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. અને તરત જ બસમાં બેસેલા પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ બસ જેતપુરથી વાળા ડુંગરા જઈ રહી હતી.