સુરત શહેરની નર્મદ યુનિવર્સીટીએ પોતાનો વહીવટ સતત અપડેટ કરીને હવે વિદ્યાર્થીઓને અનુકૂળ રહે તે માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત ર્ક્યું છે. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા હવેથી પરીક્ષાના પ્રશ્નપત્રો ઓનલાઇન મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરની નર્મદ યુનિવર્સીટીની આજે નવી ટર્મની પહેલી સિન્ડિકેટ બેઠક મળી હતી. આ બેઠકમાં ઢગલાબંધ કામો હોવાથી મોડી રાત સુધી મેરેથોન મિટિંગ ચાલી હતી. સિન્ડિકેટ સભ્ય ડો. કશ્યપ ખારચિયાએ બેઠકના નિર્ણયો અંગે જણાવ્યું હારું કે યુનિવર્સીટીએ હવે પરીક્ષાલક્ષી કામગીરીમાં હાઈટેક પ્રયોગ અજમાવવા નો નિર્ણય કર્યો છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી જે રીતે આખા ગુજરાતભરની સેંકડો કોલેજોમાં પરીક્ષાના સમય પહેલા એક કલાક આગળ ઓનલાઇન પેપર મોકલે છે. તે સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતભરની કોલેજો માટે પણ અપનાવવામાં આવશે. દરેક કોલેજને પરીક્ષાના એક કલાક એક નિયત કરેલી મુદ્દ પર વહેલા પેપર ઓનલાઇન જ મોકલવામાં આવશે. આ પેપર ઓનલાઇન જશે. જેમાં કોલેજના પ્રિન્સિપાલ સહીત યુનિવર્સીટીના નિરીક્ષક અને કોલેજના આંતરિક નિરીક્ષકની હાજરીમાં તેમના ફેસ આઈડી સાથે પેપર મળશે. આ સિસ્ટમ ફૂલ પ્રુફ અને ગોપનિયતામાં પણ આગળ છે.