કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે નવા ભારતના નિર્માણમાં ધોરીનસ સમાન પુરવાર થશે. ગુજરાત સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે ની (DME). નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંદાજે રૂ. 98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ 1380 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. આ એક્સપ્રેસ વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે.
આ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ,અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત શહેરની આર્થિક પ્રવૃત્તિઓ સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ન્યૂ ઇન્ડિયાની સંકલ્પના કરવામાં આવી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ના કામની શરૂઆત માર્ચ-2019 માં કરવામાં આવી હતી. 1380 કિલોમીટરમાંથી 1200 કિલોમીટરથી વધુ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. અને કામો પ્રગતિમાં છે. એક્સપ્રેસ વે માં બે આઇકોનિક આઠ લેન ટનલનો પણ સમાવેશ થશે. પ્રથમ મુકુન્દા અભયારણ્ય દ્વારા 4 કિમીના વિસ્તારમાં ભયજનક પ્રાણી સૃષ્ટિને જોખમમાં નાખ્યા વગર અને બીજી માથેરાન ઇકો સેન્સિટિવ એરિયા (MET) માં (ઇકો સેન્સિટિવ ઝોન) 4 કિમી 8 લેન-ટનલમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ દેશના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હશે.