સૌરાષ્ટ્રમાં લોકડાયરો હોય અને ચલણી નોટનો વરસાદ ન થાય તેવું બને જ નહિં. ગીર સોમનાથ જિલ્લાના બોડીગરમાં લોક ડાયરો યોજાયો હતો. જેમાં જામનગરના સાંસદ પૂનમ માંડમ અને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે પણ આ ડાયરામાં હાજર રહ્યાં હતા. આહીર એકતા મહોત્સવ દરમિયાન આ લોક ડાયરો યોજાયો હતો.
આ ડાયરાના મુખ્ય કલાકાર હતા કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર. જેના પર લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.
કીર્તિદાન ગઢવીએ સુર રેલાવાનું શરૂ કરતા જ તેના પર આહીર સમાજના યુવાનો દ્વારા નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ પોતાને રોકી શક્યા ન હતા. પૂનમબેન માડમે પણ કિર્તીદાન ગઢવી પર નોટોનો વરસાદ કરતા નજરે પડયા હતા. એટલું જ નહીં રાજુલાના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર પણ નોટો વરસાદ કરતાં કેમેરામાં કેદ થયા હતા.
બોડીદર ખાતે યોજાયેલા લોક ડાયરામાં એક લાખથી વધુની જનમેદની વચ્ચે કિર્તીદાન ગઢવીએ પોતાના સુર રેલાવ્યા હતા. જેમાં ખાસ કરીને કાનુડાના ગીત પર આહીર યુવાનોએ નોટોની રેલમ છેલમ કરી હતી. આશરે 25થી 30 લાખ રૂપિયાનો વરસાદ માત્ર 4 કલાકમાં વરસાવ્યો હતો.