ખાંદા ચીના પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યા. વધુ એક વખત ચીનના હેલિકોપ્ટરે ભારતીય એર સ્પેસમાં ઘુસણખોરી કરી છે. ચીનનાં હેલિકોપટર લાઇન ઓફ એક્ચૂલ કંટ્રોલ (LAC)ને પાર કરીને ભારતની સીમાની અંદર ધસી આવ્યા છે. ગત એક મહિનામાં આ ચોથી વાર છે જ્યારે ચીનનાં હેલિકોપ્ટર ભારતની સીમામાં ઘૂસી આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, ખુલાસો થયો છે કે, ઉત્તરાખંડનાં બરાહોતી, લદ્દાખનાં ટ્રીગ હાઇટ, લદ્દાખનાં જ બૂર્તસે અને ડેપસાંગમાં ચીની હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી છે. 10 માર્ચ 2018એ 3 ચીની સેનાના હેલિકોપ્ટર બરાહોતીમા ઘૂસી આવ્યા હતાં. આ હેલિકોપ્ટર ભારતીય સીમાના 4 કિલોમીટર અંદર સુધી આવ્યા હતાં. આ ત્રણે હેલિકોપ્ટર લગભગ 5 મિનિટ સુધી ત્યાં રહ્યા હતાં.
આ સિવાય 8 માર્ચ 2018 એ પણ લદ્દાખનાં ટ્રૈક જંક્શનમાં 2 હેલિકોપ્ટર સવારા 8.55 વાગે ઘૂષણખોરી કરી હતી. લગભગ 18 કિલોમીટર અંદર સુધી ભારતનાં એર સ્પેસમાં બંન્ને ચીની હેલિકોપ્ટર મંડરાતા રહ્યા બાદમાં 5 મિનિટ સુધી રહ્યા બાદ તેઓ ચાલ્યા ગયા હતાં
આ સિવાય 27 ફેબ્રુઆરીએ પણ ચીને લદ્દાખનાં ડેપસાંગ અને ટ્રિગ હાઇટમાં 19 કિલોમીટર ઘુસણખોરી કરી હતી. આ વિસ્તારમાં 2 ચીની હેલિકોપ્ટરથી PLAને ભારતીય સુરક્ષા દળોની જાસૂસી કરી હતી.આ વર્ષે અત્યાર સુધીમાં ચીને 45 વખત ઘુષણખોરી કરી છે, ચીને જમ્મૂ કાશ્મીરનાં લદ્દાખ, ઉત્તરાખંડનાં બરાહોતી, અરૂણાચલ અને હિમાચલનાં અલગ-અલગ સેક્ટરમાં કરી છે.