કંગનાએ ‘થલાઈવી’ માટે વધાર્યું હતું 20 કિલો વજન

કંગનાએ થલાઈવીમાં 6 મહિનામાં 20 કિલો વજન વધારી દીધું હતું. હવે કંગનાના શરીર પર સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા છે. કંગનાએ ‘થલાઈવી’માં જયલલિતાનું પાત્ર ભજવવા માટે સખત મહેનત કરી છે. બોલિવૂડ ‘ક્વીન’ કંગના રાનૌત ફરી એકવાર પોતાની ફિલ્મ ‘થલાઈવી’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી જયલલિતાની બાયોપિક છે. કંગનાએ ‘થલાઈવી’માં જયલલિતાનું પાત્ર ભજવવા માટે સખત મહેનત કરી છે. હાલમાં જ કંગનાએ પોસ્ટ કરીને જણાવ્યું કે આ ભૂમિકા માટે તેણે 6 મહિનામાં 20 કિલો વજન વધારી દીધું હતું, જેના કારણે હવે તેના શરીર પર સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા છે. કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એ સમય અને આજની તસવીરની તુલના કરી છે. તેણે ચાર ફોટાના બે કોલાજ બનાવીને શેર કર્યા છે. તસવીરો શેર કરતી વખતે તેણે જણાવ્યું કે ફિલ્મ માટે કંગનાએ માત્ર 6 મહિનામાં 20 કિલો વજન વધાર્યું હતું. ફિલ્મના શૂટિંગ બાદ જ્યારે અભિનેત્રીએ પોતાનું વધેલું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના શરીર પર ઘણાં સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા હતા. તેણે લખ્યું, ‘6 મહિનામાં મેં 20 કિલો વજન વધાર્યું અને 6 મહિનામાં બધું જ ઓછું કરી દીધું, એ પણ 30 વર્ષની ઉંમરે મારા શરીરમાં ઘણી વસ્તુઓ ખરાબ થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *