અમેરિકામાં નોકરીઓમાં ભારતીયોની વધતી શાખને લીધે રાષ્ટ્રપતિ જો બાઈડેન 260 લાખ કરોડ ની યોજના લાવ્યા છે. બિલ્ડ બેક બેટર નામના આ યોજનાને અમેરિકામાં દાયકા બાદ શિક્ષણના ક્ષેત્રમાં મોટી પહેલ તરીકે જોવાય છે.શિક્ષણની શરૂઆતથી લઈને કોલેજને પણ તેમાં સામેલ કરાઇ છે. બે-બે વર્ષની પ્રી સ્કૂલ અને કોલેજ શિક્ષણને મફત ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. અમેરિકામાં એશિયન ખાસ કરીને ભારતીયો અને ચીનના લોકોના બાળકો અને યુવા શિક્ષણમાં બાકી અમેરિકી સમુદાયથી ઘણા આગળ છે. આ સમગ્ર પ્લાનમાં શિક્ષણની સાથે સાથે બાળ અને મહિલા કલ્યાણના પક્ષ પણ સામેલ કરાયા છે.બાઇડેને ચૂંટણી દરમિયાન અનેક કલ્યાણ યોજનાઓની જાહેરાત કરાઈ હતી. આ પ્લાનમાં રોજગારની તકો વધારવા અને કોરોના કાળ દરમિયાન લોકોને થતી મુશ્કેલીઓને સરળ કરવાની જોગવાઈ છે. ડેમોક્રેટ્સ તેને અમેરિકી સંસદમાં પાસ કરાવવા એકજૂટ થયા છે. બાઈડેન સરકાર સામે મોટો પડકાર આ યોજનાને અમેરિકી રિપબ્લિકન રાજ્યોમાં લાગુ કરાવવાનો રહેશે.