કોરોનાની સ્વદેશી રસી કોવેક્સિનને આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવામાં વધુ વિલંબ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ભારત બાયોટેકની કેટલીક વધુ ટેક્નિકલ માહિતી પર સવાલો ઊભા કર્યા છે. આવી સ્થિતિમાં વિદેશ જતા લોકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓ (જેમણે કોવેક્સિન લીધી છે)ને વધુ રાહ જોવી પડી શકે છે.NDTVએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે WHOએ ભારતીય કંપની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિનની કેટલીક ટેક્નિકલ માહિતી માગી છે. ભારત બાયોટેક દ્વારા ઈમર્જન્સી યુઝ ઓથોરાઈઝેશન (EUA) માટે વેક્સિનને લગતો તમામ ડેટા WHOને પહેલેથી જ પૂરો પાડવામાં આવ્યો છે. જણાવીએ કે EUA વિના કોવેક્સિનને વિશ્વના મોટા ભાગના દેશો દ્વારા માન્ય વેક્સિન માનવામાં આવશે નહીં. હાલમાં જ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે WHO જલદી જ કોવેક્સિનને એની મંજૂરી આપી શકે છે.