વડાપ્રધાન મોદી તેમના ત્રણ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા

વડાપ્રધાન મોદી તેમના ત્રણ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા છે. આ મુલાકાત દરમિયાન આજે પહેલા દિવસે તેઓ વોશિંગ્ટનમાં પાંચ દિગ્ગજ અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO)ને મળવાના છે. આ દરમિયાન તેઓ ભારત-અમેરિકા વચ્ચે વેપારની શક્યતાઓ વિકસાવવા વિશે વાત કરશે એવી શક્યતા છે. આ પાંચ દિગ્ગજન કંપનીઓમાં ક્વાલકોમ, એડોબ, ફર્સ્ટ સોલર, જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોનના સીઇઓ સામેલ છે. આ કંપનીઓ ટેક્નોલોજી, રિન્યુએબલ એનર્જી, ડ્રોન, સોફ્ટવેર અને રોકાણક્ષેત્રની મોટી કંપનીઓ છે. આ એ જ કંપનીઓ છે, જેના પર મોદી સરકારનું વિશેષ ફોક્સ છે. એપલ માટે ભારતીય બજારનું મહત્ત્વ વધી રહ્યું છે. તાજેતરમાં લોન્ચ થયેલા આઈફોન 13 વિશે માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ આ વિશે સંકેત મળે છે. હકીકતમાં આ વખતે નવા આઈફોનની ભારતમાં લોન્ચની તારીખ દુનિયાનાં મોટાં બજારો, જેવાં કે અમેરિકા, ચીન, યુરોપ, ઓસ્ટ્રેલિયામાં લોન્ચની તારીખની સાથે જ છે. આ પહેલાં નવા લોન્ચ થનારા આઈફોન અમેરિકા અને ચીનનાં બજારો કરતાં 3થી 4 સપ્તાહ પછી ભારતીય બજારોમાં લોન્ચ કરવામાં આવતા હતા. અન્ય મોટાં બજારોની સાથે જ નવા આઈફોન ભારતમાં લોન્ચ કરીને એપલે સંકેત આપ્યો છે કે ભારતીય બજારો પણ તેમના માટે ખૂબ મહત્ત્વના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *