દેવાના બોજ નીચે દબાયેલું પાકિસ્તાન હવે ફાઇટર જેટ વેચવા જઇ રહ્યું છે. મીડિયાના અહેવાલ અનુસાર આર્જેન્ટિના પાકિસ્તાન પાસેથી ૧૨ જેએફ-૧૭એ બ્લોક-૩ વિમાન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાનના જિયો ટીવીના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આર્જેન્ટિનાના સત્તાવાર ૨૦૨૨ના બજેટ મુસદ્દામાં પાકિસ્તાન પાસેથી ૧૨ પીએસી જેએફ-૧૭ એ બ્લોક ૩ ફાઇટર વિમાનોની ખરીદી માટે ૬૬.૪ કરોડ ડોલરની રકમ ફાળવવામાં આવી છે.
બજેટ આર્જેન્ટિનાની સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. જો કે એનો એ અર્થ થતો નથી કે સમજૂતીને અંતિમ સ્વરૃપ આપી દેવામાં આવ્યું છે કારણકે આર્જેન્ટિનાએ હજુ સુધી વેચાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા નથી. જો કે તે પાકિસ્તાન પાસેથી ફાઇટર જેટ ખરીદવા માગે છે.