પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મહિલાઓ માટેના એક મદરેસા તાલિબાની ઝંડો ફરકાવવામાં આવતા ત્યાંના કટ્ટરપંથી મૌલવી અને અન્ય વ્યક્તિઓ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. એન્ટિ રાયોટિંગ યુનિટ અને પોલીસે જ્યારે મદરેસાની ઘેરાબંધી કરી ત્યારે મૌલવીએ તાલિબાનીઓના નામે ધમકી આપી પોલીસને પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી.
પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ પ્રમાણે ઇસ્લામાબાદના મહિલા મદરેસા જામિયા હફ્સાની છત પર સફેદ રંગના તાલિબાની ઝંડાઓ જોવા મળ્યા હતા. જેની માહિતી મળ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એન્ટિ રાયોટિંગ યુનિટ અને પોલીસનીએક ટીમ આ સ્થળે પહોંચી હતી અને મદરેસાની ઘેરાબંધી કરવામાં આવી હતી.