ઇરાનના પરમાણુ વૈજ્ઞાાનિક મોહસીન ફખરીજાદેહની રહસ્યમય સંજોગોમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં તાજેતરમાં આવેલા કેટલાંક રિપોર્ટમાં ખૂલાસો થયો છે કે સંખ્યાબંધ કેમેરાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતી રોબોટ મશીનગનની મદદથી ફખરીજાદેહની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાનું કાવતરૂં ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ દ્વારા ઘડવામાં આવ્યું હતું.
મોહસની ફખરીજાદેહની ઇઝરાયના પરમાણુ કાર્યક્રમના જનક તરીકે ઓળખવામાં આવી છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોસાદના સ્નાઇપર દ્વારા સ્ટેલાઇટથી મશીનગન ઓપરેટ કરી તેની હત્યા કરી છે. આ મુદ્દે બહાર આવેલા અહેવાલો પ્રમાણે જે બંદૂકની હત્યા કરવામાં આવી હતે બંદૂક એફ.એન.-એમ.એ.જી. મશીન ગનનું સ્પેશિયલ મોડેલ હતુ, જેનું ઉત્પાદન બેલ્જીયમમાં થાય છે.