રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાર્ટીએ મતગણતરીના કલાકોમાં જ દેશની સંસદીય ચૂંટણીમાં વિજયની જાહેરાત કરી દીધી છે. જોકે, આ ચૂંટણીમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ઍક્ઝિટ પોલમાં પુતિનની સત્તાધારી યુનાઇડેટ રશિયા પાર્ટીની જીત થશે એમ કહેવામાં આવ્યું હતુ.
રાષ્ટ્રપતિ પુતિનના આકરા અને મુખ્ય ટીકાકારો પર આ ચૂંટણી લડવાને લઈને પ્રતિબંધોનો, ખોટાં બૅલેટ પેપર ભરવાનો તથા જબરદસ્તી મતદાનના આરોપોના અહેવાલ પણ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પુતિનના મુખ્ય ટીકાકાર એલેક્સી નવેલનીને ભષ્ટ્રાચારના આરોપ પર જેલમાં બંધ છે. સ્વતંત્ર મતદાન નિરીક્ષણ સમૂહ ગોલોસે કહ્યું કે એમને મતદાનના નિયમોના ઉલ્લંઘનની 4,500થી વધારે ફરિયાદો મળી છે. જોકે, ચૂંટણીપંચ આ આરોપોને ફગાવી દીધા છે.