સામાન્યપણે તો હોવું જોઈએ કે મહિલા જ જાતે નક્કી કરે કે તેના માટે કેવો પહેરવેશ સારો છે અને કેવો ખરાબ.
પરંતુ દુર્ભાગ્યપણે આપણા સમાજમાં હજુ પણ મહિલા શું પહેરશે કે શું નહીં પહેરે, શું સારું છે, શું ખરાબ છે, શું પહેરવાની પરવાનગી છે, શાની નથી, એ બધું પુરુષ નક્કી કરે છે.
હાલ જ મહિલાઓના પોશાક, પહેરવેશનો મુદ્દો મહત્ત્વનો બન્યો છે અફઘાનિસ્તાનમાં.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા આખી સરકાર પુરુષોની બની છે.
હવે પુરુષોજ નક્કી કરી રહી છે કે ઘરની બહાર મહિલાઓ ને નિકડવુંહોય તો તે કેવાં કપડાં પહેરીને નીકળે.
તેઓ ઇચ્છે છે કે અફઘાન મહિલાઓ બુરખો પહેરીને જ બહાર નીકળે, પછી તે સ્કૂલ, કૉલેજ હોય કે બજાર.
પણ હવે કેટલીક મહિલાઓ છે જે સોશિયલ મીડિયા થકી તેનો વિરોધ કરી રહી છે. એક અલગ જ અંદાજમાં પોતાની સ્વતંત્રતાને વ્યક્ત કરી રહી છે.