૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભાજપ રાજ્યમાં ૭૧ લાખ વૃક્ષોનું વાવેતર કરશે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને બુધવારે ગાંધીનગરમાં સહકારી સંસ્થાઓના આગેવાનો, પદાધિકારીઓ સાથે બેઠક મળી હતી.
જેમાં આ ટાર્ગેટને પૂર્ણ કરવા ભાજપે સહકારની માંગણી કરી હતી.
પાટીલે કહ્યુ કે, ૧૭મી સપ્ટેમ્બરે ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થશે.
રેકોર્ડ થાય તેવી વિનંતી કરવામાં આવી છે. જેથી કોઈને બલ્ડની જરૃર હોય ત્યારે મદદ મળી શકે.
આ સાથે તેમણે સહકારી સંસ્થાઓને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવા વિનંતી કરી હતી.