અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદના સનાથલ ગામની સીમમાં દીપડો દેખાયો છે અન તેણે નીલગાયનું મારણ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં દીપડો દેખાયો હોવાની માહિતી વનવિભાગને મળતા તેઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
હાલ સનાથલ ગામની સીમમાં દીપડાના ફૂટપ્રિન્ટ આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
દીપડો પકડવા માટે વનવિભાગે ગામની સીમમાં 4 પાંજરા પણ મૂક્યા હોવાની વાત છે.
અમદાવાદના સનાથલ ગામની સીમમાં દીપડા જેવા હિંસક પ્રાણી દેખાયું હોવાની માહિતી મળતા વન વિભાગ સતર્ક થઈ ગયું છે.
સ્થળ પર વન વિભાગે તપાસ કરતા દીપડાએ નીલ ગાયનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
અમદાવાદમાં 4 મહિના પહેલા પણ દીપડો દેખાયો હતો.
ગુજરાતનાં વન્ય પટ્ટાઓમાં દીપડાની ખુબ જ દહેશતનાં કારણે વન વિભાગ પહેલાથી જ ત્રાહીમામ છે.
ગુજરાતમાં ગત બે મહિનામાં અરવલ્લી, સૌરાષ્ટ્ર, ગાંધીનગરમાં દિપડો દેખાયા બાદ હવે અમદાવાદમાં પણ દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.