ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો છે.
ડેમમાં ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
ઉપરવાસમાં સારો વરસાદ nવરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે.
હાલ નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર થઈ ગઇ છે. પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે.
નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.
જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો જોવા મળી રહ્યો છે.
ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ખાલી છે.
નર્મદા ડેમની સપાટી 118.41 મીટર છે. તેમજ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે.
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે.