અમદાવાદ શહેરમાં ઓગસ્ટ મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. તા. ૪ સપ્ટેમ્બર સુધીમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. તા. ૪ સપ્ટેમ્બર સુધીમાં ઝાડા-ઉલટીના ૪૧, કમળાના ૩૯ અને ટાઈફોઈડના ૬૯ કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના ૨૭, ઝેરી મેલેરિયાના ૦૨, ડેન્ગ્યૂના ૧૮ અને ચીકનગુનિયાના ૨૦ કેસ નોંધાયા છે. ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલા ડેન્ગ્યૂના કેસ ૪૩૨ની સરખામણીએ દોઢ ગણા વધીને ૬૮૪ અને ચીકનગુનિયાના કેસ ૧૯૬થી બમણા વધીને ૪૧૨ થયા છે. જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં કમળાના કેસ ૬૬૪ની તુલનાએ દોઢ ગણા વધીને ૮૩૨ થયા છે.