ગુજરાત વેક્સિનેશનની બાબતમાં પ્રથમ સ્થાન પર આવ્યું છે. જ્યારે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં અત્યાર સુધી 76 ટકા લોકોને સિંગલ ડોઝ આપવામાં આવેલ છે. ગુજરાતમાં 7 મહિનામાં 4.91 કરોડ લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. જ્યારે કુલ વસતિના પ્રમાણમાં અત્યાર સુધી થયેલા રસીકરણમાં ગુજરાત દેશનાં અન્ય રાજ્યો કરતાં સૌથી આગળ રહેલું છે.
ગુજરાતમાં રસી મેળવવા લાયક કુલ વસતિના 76 ટકા લોકો સિંગલ ડોઝ મેળવ્યો છે. રાજ્યમાં 27 ટકા વસતિએ બન્ને ડોઝ પ્રાપ્ત કરી લીધા છે. જ્યારે ગુજરાત બાદ બીજા સ્થાન પર કેરળનો આવે છે, ત્યાં કુલ વસતિના 73 ને સિંગલ તો 27 ટકાને બન્ને ડોઝ પ્રાપ્ત થયા છે.
5 કરોડની વસ્તી ધરાવતા રાજ્યમાં ગુજરાત વેકસીનેશનમાં પ્રથમ સ્થાને છે. ત્યારે આ અંગે આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, રાજ્ય સરકારે 16 જાન્યુ એ વેકસીનેશન ની કામગીરી શરૂ કરી હતી. વેકસીનના બન્ને ડોઝ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આજ સવાર સુધી 4 કરોડ 93 લાખ રસીકરણ પૂર્ણ થયું છે.
પેલો ડોઝ – 3 કરોડ 61 લાખ
બીજો ડોઝ – 1 કરોડ 25 લાખ
કુલ – 4 કરોડ 86 લાખ વેકસીનેશન થયું