પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે અને આજે સોમવતી અમાસ છે. ત્યારે ઠેર ઠેર શિવાલયોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આજે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા છે. આ સાથે રાજકોટ શહે૨નાં મધ્યમાં આવેલા 148 વર્ષ જૂના પ્રાચીન દેવાલય પંચનાથ મહાદેવ મંદિ૨માં બે વર્ષ બાદ દાદાની વરણાંગી ઢોલ-નગારા સાથે પ્રસ્થાન કરશે. પંચનાથ મહાદેવ મંદિરમાં આરોગ્ય વિભાગે વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં ભાવિકોને પ્રસાદીરૂપે વેક્સિન આપવામાં આવી રહી છે.
5 વાગ્યે ઢોલ-નાગારા સાથે વરણાંગી નીકળશે
આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસના રોજ શહે૨નાં મધ્યમાં આવેલું પ્રાચીન દેવાલય પંચનાથ મહાદેવની બે વર્ષ બાદ વરણાંગી યોજવામાં આવશે. આજે સાંજે 5 વાગ્યે ઢોલ-નગારા અને હ૨ હ૨ મહાદેવના ગગનચૂંબી જયકારા સાથે દાદાની વરણાંગી પ્રસ્થાન ક૨શે.