પાલિકા કર્મચારીઓ દ્વારા વેપારીઓ સહિત જનતાને પણ રસી લેવા અપીલ કરી. ધ્રોલમાં વેપારીઓ તથા જનતા માટે કોરોના રસી સરળતાથી ઉપલબધ થઈ શકે એના માટે અર્બન હેલ્થ સેન્ટર ના સ્થળે કોરોના રસિકરણ મહાઅભિયાન અન્વયે રસીકરણ મેગા કેમ્પ નું આયોજન કરેલ છે.
ધ્રોલ નગરપાલિકા વિસ્તાર માં વધુ રસીકરણ થાય તે માટે પ્રાંત અધિકારી ધ્રોલ દ્વારા અર્બન હેલથ ઓફિસર ધ્રોલ તથા ચીફ ઓફિસર ધ્રોલ ને યોગ્ય માર્ગદર્શન આપી કામગીરી શરૂ કરાયેલ છે. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ દુકાનદારોને અંગત રીતે સમજાવી રસી લેવા સમજાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. વધુમાં જે દુકાનદારે સમય મર્યાદામાં રસી લીધી નહીં હોય તેમની દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. નાગરિકો વધુ માં વધુ રસી લે તેવા વહીવટી તંત્ર ના પ્રયાસો છે એમાં નાગરિકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.