વરાછા વિસ્તારની 35 વર્ષીય મહિલાને ગત તા. 25 માર્ચના રોજ તાવ અને શ્વાસની તકલીફ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો
સામે આવ્યો હતો. તેનું ઓક્સિજન લેવલ ઘટીને ૮૫ થઈ જતા ઓક્સિજનનો સપોર્ટ અપાયો હતો.
ત્યાર બાદ તેમની તબિયત વધુ બગડતા છ દિવસ બાદ તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યાર બાદ તેમને આઇ.સી.યુ.માં વેન્ટીલેટર પર મૂકવામાં આવી હતી. ત્યારે મેડિસિન વિભાગના અને કોરોના નોડલ ઓફિસર ડોક્ટર અશ્વિન વસાવા અને ડો. અમિત ગામીત સહિત ડોક્ટરની ટીમ દ્વારા તેમની સારવાર શરૃ કરવામાં આવી હતી. એક મહિના સુધી વેન્ટીલેટર પર તેમને રાખવામાં આવ્યા હતા.
તેમના ફેફસામાં 100 ટકા ચેપ ફેલાઈ ગયો હતો અને તેની હાલત પણ ગંભીર થઈ ગઈ હતી. ડોક્ટરની યોગ્ય સારવારથી તેમની તબિયતમાં ધીરે-ધીરે સુધારો આવવા લાગ્યો હતો. જેથી તેમને વારા ફરતી વિવિધ વોર્ડમાં એક મહિના સુધી સારવાર આપવામાં આવી હતી. ગત તા. 30 મીના રોજ નવી સિવિલ ખાતે ડોક્ટરો દ્વારા તેને રજા આપી દેવામાં આવી હતી.