આજથી દેરાવાસી જૈનોનાસ્થાનકવાસી જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઇ ગયો છે. જૈનો પર્યુષણના દિવસો દરમ્યાન આત્મ શુધ્ધિનો પુરૂષાર્થ ત્યાગ, તપ, ધર્મ આરાધના દ્વારા કરશે. જાણીતા જૈન તીર્થો શંખેશ્વર, પાલીતાણા, ભદ્રેશ્વર, 72 જિનાલય, અયોધ્યાપુરમ તીર્થ, નવકાર તીર્થ, મેરૂધામ તીર્થ, મહુડી સહિતના ધાર્મિક સ્થાનોમાં પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરાશે.
પર્યુષણના આઠ દિવસો દરમ્યાન જૈનો લીલોતરી વાપરશે નહિ તેમજ ઘરમાં નાની-મોટી તપશ્ચર્યા પણ કરશે. જિનાલયો ઉપાશ્રયોને સુશોભન તથા રોશનીના શણગાર કરાશે. આઠ દિવસ જૈનો સવાર-સાંજ પ્રતિક્રમણની ક્રિયા કરશે આઠ દિવસ દરમ્યાન જૈન શ્રાવક-શ્રાવિકા નવા વસ્ત્રો ધારણ કરશે અને તપ, ત્યાગ અને ધર્મ આરાધનાના મહાપર્વમાં ઉમંગભેર ભાગ લેશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પર્યુષણ પર્વમાં તપ, ત્યાગ અને ધર્મ આરાધનાનો દિવ્ય માહોલ સર્જાશે. ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલ છે.
પર્વમાં ભાવિકોની ઉપસ્થિતિ ધર્મ સ્થાનકોમાં વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી પર્વના પાંચમા દિવસે મહાવીર જીવન કવન વાંચવાની પરંપરા ચાલે છે. સવંત્સરી મહા પર્વનો દિવસ રહેલ છે.