વડોદરામાં વરસાદી માહોલની વચ્ચે પાણીજન્ય રોગોએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા થોડા દિવસોથી વડોદરામાં શહેરમાં રોગચાળો વધુ વકર્યો છે. ચોમાસાની વચ્ચે રોગચાળો વર્ક્યો છે. આ આખા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાનું જોર વધ્યું છે.
વડોદરામાં મચ્છરજન્ય અને દૂષિત પાણીના કારણે રોગચાળો વર્ક્યો છે. વડોદરા શહેરના 20 વિસ્તાર ડેન્ગ્યુની ઝપેટમાં, નવા 33 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 23 અને તાવના 183 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્યની ટીમ દ્વારા શહેરમાંથી લીધેલા 121 સેમ્પલમાંથી 33 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ સામે આવ્યા હતા. જેમાં શહેરના મકરપુરા, અકોટા-4 , નવી ધરતી-2 , શિયાબાગ, સમા, છાણી, દંતેશ્વર, વારસિયા 2, દામાપુરી, દિવાળીપુરા-3, પંચવટી, તાંદલજા, માણેજા-2 , વડસર, ગોત્રી-4, જલપુર, સુભાનપુરા, ફતેપુરા, દંતેશ્વર, ગાજરાવાડી, નવાયાર્ડ, પાણીગેટમાંથી ડેન્ગ્યુના કેસ પોઝિટિવ સામે આવ્યા હતા. તેની સાથે-સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 72 કેસો પૈકી 23 કેસ પોઝિટિવ સામે આવ્યા હતા.
