રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે સોલા સિવિલમાંથી એક દિવસની નવજાત બાળકીનું અપહરણ થયું હોવાની ચોંકાવનારી માહિતી મળી રહી છે. આ ઘટનાની માહિતી મળતા ખળભળાટ મચી ગયો. સોલા હોસ્પિટલના PNC વોર્ડમાં રાત્રે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
ઘટનાની માહિતી પ્રમાણે 31 ઓગસ્ટે સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આવેલ PNB વોર્ડમાં એક બાળકીનો જન્મ થયો હતો, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ વોર્ડમાં દાખલ થયો હતો અને બીજી સપ્ટેમ્બરે ત્રણ વાગ્યાના સુમારે એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગયો હતો. સોલા સિવિલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ થયું છે તેનો પરિવાર સરસ્વતિ રાજેન્દ્ર પાસી મુળ અમેઠીના વતની છે. આ ઘટના બાદ તેમને સોલા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી છે.
હાલમાં પોલીસે સમગ્ર ઘટના જાણીને બાળકીના ફોટો વહેતા કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. સોલા હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મંગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરુ કરી છે.