40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.
સિદ્ધાર્થની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જોકે હદય રોગનો હુમલો આવતાં નિધન થયું હતું.
સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે.
તેણે ‘બિગ બોસ 13’ની સિઝન જીતી હતી. આ ઉપરાંત ‘ખતરો કે ખિલાડી 7’ શો જીત્યો હતો.
સીરિયલ ‘બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો.
સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો.
તેણે પોતાની કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે બાબુલ કા અંગના છૂટે નામાં દેખાયો હતો.
ત્યારબાદ તેણે વિવિધ સિરિયલઓમાં કામ કર્યું હતું.
